વાંસદા: વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના વાંસદા સ્થિત જનસંપર્ક કાર્યાલયની ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાંસદા ભાજપ પરિવારના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજીને સંગઠનાત્મક બાબતો અંગે વિગતવાર સંવાદ કર્યો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ બેઠક દરમિયાન રત્નાકરજીએ કાર્યકરોને સંબોધતા સંગઠનનું માળખું વધુ મજબૂત કરવા, વિસ્તૃત જનસંપર્ક અભિયાન ચલાવવા અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના આહ્વાન સાથે વાંસદા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં એક નવો ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થયો હતો.
આ પ્રસંગે પ્રદેશ એસ.ટી. મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત ભાજપના અન્ય મુખ્ય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











