ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ઢાંકવળ ગામના મૂળગામ વિસ્તારમાં રહેણાંક મકાન અને આંગણવાડીની એકદમ નજીક આવેલું વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર (TC) ખુલ્લી અને બિનસુરક્ષિત હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ટ્રાન્સફોર્મર નજીક જ આંગણવાડી આવેલી છે. નાના બાળકો રમતા રમતા અજાણતા આ ખુલ્લા ટ્રાન્સફોર્મરની નજીક પહોંચી જાય કે તેને અડી જાય તો મોટી જાનહાની અને ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ છે કે: ટ્રાન્સફોર્મરની ફરતે તાત્કાલિક મજબૂત તાર કે દીવાલનું કમ્પાઉન્ડ બનાવવામાં આવે, સુથારપાડા GEBના કાર્યપાલક ઈજનેરશ્રીને લેખિત/મૌખિક રજૂઆત કરી ત્વરિત કામગીરી કરવાની માંગ કરાઈ છે.

ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે બાળકોની સુરક્ષા સાથે સંકળાયેલા આ સંવેદનશીલ મુદ્દે જો વીજ વિભાગ દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે. કોઈ અણબનાવ કે અનિચ્છનીય ઘટના બને તે પહેલાં વીજ વિભાગ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here