પારનેરા: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વલસાડ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પારનેરા ખાતે રાષ્ટ્રીય ચિંતન અને દેશભક્તિના ઉમંગ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પારનેરા અંબામાતા મંદિરના પટાંગણથી શરૂ થયેલી આ યાત્રા પારનેરા ગ્રામ પંચાયત સુધી ઉત્સાહભેર યોજાઈ હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ ભવ્ય તિરંગા યાત્રા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ તથા શ્રી નીખિલભાઈ, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજશભાઈ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ અને વલસાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી દિવ્યાંગભાઈના નેતૃત્વમાં યોજાઈ હતી.

તિરંગા યાત્રામાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ભાજપ સંગઠન તથા વિવિધ મોરચાના હોદ્દેદારો, આસપાસના વિસ્તારના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પારનેરા શાળા પરિવાર અને ના નાના ભૂલકાઓની ઉત્સાહભેર ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને નીકળેલા યુવાનો અને બાળકોના દેશભક્તિના નારાઓથી સમગ્ર પારનેરા વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here