ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના હરણગામ ખાતે હળપતિ સમાજના 228 પરિવારોને ફાળવવામાં આવેલા પ્લોટોમાં ચાલી રહેલી માટી પુરાણ અને લેવલીંગની કામગીરીનું સ્થળ પર મંત્રી નરેશ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ મંત્રી નરેશ પટેલે અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી અને આગામી તબક્કાની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી. આ મુલાકાત દરમિયાન હળપતિ સમાજના પરિવારોને સુવિધાસભર અને સુરક્ષિત રહેણાંક વ્યવસ્થા પૂરી પાડવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પુનઃ વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓએ કામગીરીની ગુણવત્તા અને ઝડપી પૂર્ણતા પર ભાર મૂક્યો હતો.

હળપતિ સમાજના લોકોને આવાસની સુવિધા મળે તે માટે જમીન સપાટીકરણ, માટી પુરાણ અને અન્ય આવશ્યક વિકાસ કામોને ત્વરિત ગતિએ પૂર્ણ કરવાના સૂચનો આપવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 228 પરિવારોને આધુનિક સુવિધાઓથી સજ્જ રહેઠાણ મળી શકશે. રાજ્ય સરકારના આ પગલાથી હળપતિ સમાજના પરિવારોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અધિકારીઓએ આ કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here