સોનગઢ: ડોસવાડા સેજો, ચાર્જ-ટોકરવા સેજો ખાતે ફરજ બજાવતા ગ્રામસેવક જીવણભાઈ બીટીયાભાઈ ગામીત અને બજરંગ એગ્રો એજન્સી ખાતે કાર્યરત અક્ષય રાજેન્દ્રભાઈ કેરલને રૂ. ૬૫૦ની લાંચ લેતા સમયે ACBની ટીમે રંગેહાથે ઝડપી પાડ્યા છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ફરિયાદીએ “આઈ ખેડૂત પોર્ટલ” પર બિયારણ (સીડ્સ) માટે અરજી કરી હતી. આ અરજીના અનુસંધાનમાં ગ્રામસેવક જીવણભાઈ ગામીતે બિયારણ આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. આ માહિતી મળતાં ACBએ તપાસ હાથ ધરી અને બંને આરોપીઓને લાંચ લેતા સમયે જ ઝડપી લીધા હતા. ACB એ આ કેસમાં લાંચ વિરુદ્ધની કડક કાર્યવાહી હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

આ ઘટનાએ સ્થાનિક સ્તરે લાંચરૂસ્ત તત્વો વિરુદ્ધ સરકારની શૂન્ય સહનશીલતાની નીતિનું પ્રતિબિંબ પાડ્યું છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોને પોર્ટલ પરની અરજીઓમાં કોઈ પણ પ્રકારની લાંચ અથવા અનિયમિતતા જણાય તો તરત જ ACB માં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here