ગાંધીનગર: ઉત્તર ગુજરાતના સરહદી આદિવાસી વિસ્તાર એવા શામળાજી અરવલ્લીની ‘ડૉ. બી. ડી. ડામોર હોસ્પિટલ’ના ઓર્થોપેડિક સર્જન ડૉ. કર્ણિક ડામોરની દેશની સર્વોચ્ચ સંસ્થા IIT ગાંધીનગરના ‘Healthcare & MedTech Research Cluster’ માં સત્તાવાર રિસર્ચ પાર્ટનર (MoU) તરીકે વરણી થઈ છે. કેન્દ્રીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓના જમીની અનુભવ અને રાષ્ટ્રીય સ્તરની અદ્યતન ટેકનોલોજીનો સમન્વય છે.

ડૉ. કર્ણિક ડામોર વર્ષોથી હાડકાંની જટિલ ખામીઓ અને વિકૃતિઓ સુધારવા માટેની વૈશ્વિક ‘Ilizarov’ (ઇલિઝારોવ) પદ્ધતિ પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજના એક સેવક અને અગ્રણી તરીકે, આ ઐતિહાસિક જોડાણ થકી ભવિષ્યમાં છેવાડાના અને સામાન્ય નાગરિકોને IIT ગાંધીનગરના વૈજ્ઞાનિકો અને ડૉ. ડામોરના ફિલ્ડ-અનુભવના કારણે આગામી સમયમાં હાડકાં અને ટ્રોમા કેરને લગતા સસ્તા, ગુણવત્તાયુક્ત અને સ્વદેશી તબીબી સાધનો (MedTech Devices) વિકસાવી શકાશે, જે ગરીબ દર્દીઓનો ખર્ચ બચાવશે અને આદિવાસી વિસ્તારોમાં અકસ્માતો કે કુપોષણને કારણે હાડકાંને લગતી જે ખાસ સમસ્યાઓ જોવા મળે છે, તેના પર રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન થશે અને નવી સરળ સારવાર પદ્ધતિઓ શોધાશે અને આ જોડાણથી વાસ્તવિક મેડિકલ પડકારો અને વૈજ્ઞાનિક સંશોધન વચ્ચે મજબૂત કડી બનશે.
આ સિદ્ધિ બદલ આદિવાસી યુથલીડરઅમે ખેરગામનાં જાણીતા સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને વિસ્તારનાં લોકો સહીત અનેક લોકોએ ગર્વની લાગણીઓ અનુભવતા અભિનંદન પાઠવ્યા હતા અને આ જોડાણ થકી આદિવાસી તેમજ ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ભવિષ્યમાં મહત્તમ તબીબી લાભો મળે એવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.











