ખેરગામ: ગતરોજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની બે-દિવસીય મુલાકાત દરમિયાન નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી ચલાવવામાં આવતા ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત 0.75 હેક્ટર વિસ્તારમાં વિવિધ 1600 પ્રકારનાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આ વનનું નિર્માણ થવાથી સ્થાનિક વિસ્તારમાં પર્યાવરણીય સંતુલન જળવાઈ રહેશે અને આદિવાસી વિસ્તારોમાં લીલાછમ વાતાવરણ સર્જાશે. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે મળીને પ્રતીકાત્મક સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું અને શ્રમદાન કર્યું.

આ પ્રસંગે તેઓએ સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો અને ગ્રામજનોને વૃક્ષોની સુરક્ષા તથા જાળવણી માટે જાગૃત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ તથા સ્થાનિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પગલાથી રાજ્યમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here