ધરમપુર: ગતરોજ ધરમપુર શહેરના બજાર ફળિયા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય કિંજલબેન પરીમલભાઈ પટેલે ભાડાના મકાનમાં ઇલેક્ટ્રિક પંખા સાથે કોટનની ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કિંજલબેન મૂળ વલસાડ તાલુકાના ડુંગરી વૃંદાવન સોસાયટીના રહેવાસી છે. તેમના પ્રેમલગ્ન થયા હતા, પરંતુ હાલ તેઓ ધરમપુરમાં કિરીટભાઈ રમણલાલ ભટ્ટના મકાનમાં ભાડે રહેતા હતા અને એકલવાયું જીવન જીવતા હતા. બપોરના સમયે અગમ્ય કારણોસર તેમણે આ કાયરતાપૂર્ણ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકના પરિવારજન રાહુલભાઈ રાજેશભાઈ પટેલની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એન. ઝેડ. ભોયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. પોલીસે આત્મહત્યાના કારણોનો તપાસ કરી રહી છે.











