ધરમપુર: યુનાઈટેડ નેશન્સના સર્વે અનુસાર વિશ્વમાં 90થી વધુ દેશોમાં આશરે 47.6 આદિવાસી લોકો વસે છે,તેઓ વિશ્વની વસ્તીના 6% છે. આજથી 4 દિવસ પછી આવનાર તા.9 ઓગસ્ટ મહત્વની છે.એ દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વભરમાં “વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ” (International Day of the World’s Indigenous Peoples) ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણીનો જ નહીં, પરંતુ આદિવાસી સમુદાયોના અધિકારો, અને ઈઝ આઈસંસ્કૃતિ, ભાષા અને યોગદાનને યાદ કરવાનો અને તેમની સમસ્યાઓ પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે.

આ અંગે યુનાઈટેડ નેશન્સ દ્વારા કોઈ એક થીમ(વિષય)નક્કી કરવામાં આવે છે અને તેને કેન્દ્રમાં રાખીને એ દિનની ઉજવણી કરવામાં આવે છે. સને 2026ની થીમ “Honouring the past, Embracing the Future” આ રીતે દર વર્ષે આ દિવસ એક નવા સંદેશ સાથે ઉજવવામાં છે. આંતરાષ્ટ્રીય દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા થઈ હતી.આ અંગેનો ઈતિહાસ એવો છે કે 9 ઓગસ્ટ, 1982ના રોજ સંયુક્ત રાષ્ટ્રના “આદિવાસી વસ્તી પર કાર્યકારી જૂથ” (Working Group on Indigenous Populations)ની પહેલી બેઠક જીનિવામાં મળી હતી. આ બેઠક આદિવાસી અધિકારોના ઈતિહાસમાં સીમાચિહ્ન હતી. આ જ દિવસની યાદમાં 23 ડિસેમ્બર 1994 ના રોજ યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને દર વર્ષે 9 ઓગસ્ટને “આંતરાષ્ટ્રીય આદિવાસી દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. પહેલી વખત આ દિવસ 1995 માં ઉજવવામાં આવ્યો.

આ દિવસ ઉજવવા પાછળના મુખ્ય ઉદ્દેશ એ છે કે (1):-આદિવાસી લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરવું(2):- તેમની અનોખી સંસ્કૃતિ, ભાષા અને પરંપરાઓને બચાવવી (3):- વિકાસની પ્રક્રિયામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી અને (4):-u તેમની સાથેના ભેદભાવને દૂર કરવો.

BY: કમલેશ પટેલ ધરમપુર


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here