વલસાડ-વાપી: ગુજરાતમાં ઉદ્યોગ-વેપારના ઝડપી વિકાસની સાથે સંપત્તિ સર્જનમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં 360 ONE દ્વારા CRISIL Intelligenceના સહયોગથી જાહેર કરવામાં આવેલી ‘360 ONE Wealth Creators List 2026’માં દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડના અગ્રણી ઉદ્યોગપતિઓએ નોંધપાત્ર સ્થાન મેળવીને પ્રદેશની વધતી આર્થિક તાકાતનો પરિચય કરાવ્યો છે.
વાપીના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓ: વાપીમાં મેડિકલ ટેકનોલોજી અને ડિવાઇસ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કાર્યરત Merrill Life Sciences સાથે જોડાયેલા બિલિયા પરિવારના સભ્યો સૌથી ધનવાન વ્યક્તિઓ તરીકે ઉભરી આવ્યા છે:
-
જાકિર બિખાલિયા: ₹6,766 કરોડ
-
અંજુમ બિખાલિયા: ₹6,766 કરોડ
-
યુનુસ બિખાલિયા: ₹6,766 કરોડ
વર્ષ 2006માં સ્થાપિત આ કંપની આજે વિશ્વના 150થી વધુ દેશોમાં મેડિકલ ડિવાઇસ, ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સ, વેસ્ક્યુલર પ્રોડક્ટ્સ અને સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે.
વલસાડમાં DOMS Industriesનું પ્રભુત્વ: સ્ટેશનરી ક્ષેત્રની અગ્રણી કંપની DOMS Industries સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓએ વલસાડના ધનવાનોની યાદીમાં દબદબો જાળવી રાખ્યો છે:
-
સંતોષ રસીકલાલ રવેશિયા: ₹2,198 કરોડ
-
કેતન મનસુખલાલ રાજાણી: ₹1,043 કરોડ
-
સંજય મનસુખલાલ રાજાણી: ₹1,043 કરોડ
ઇમર્જિંગ વેલ્થ ક્રિએટર્સ: વલસાડમાંથી અન્ય ત્રણ ઉદ્યોગપતિઓએ પણ Emerging Wealth Creators કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે, જેમાં સેજલ સંતોષ રવેશિયા (₹517 કરોડ), ચાંદની વિજય સોમૈયા (₹517 કરોડ) અને શીતલ હિરેન પરપાણી (₹517 કરોડ)નો સમાવેશ થાય છે.
એક સમયે માત્ર સુરત સુધી સીમિત ગણાતું દક્ષિણ ગુજરાતનું ઔદ્યોગિક પ્રભુત્વ હવે વાપી અને વલસાડ જેવા શહેરો સુધી વિસ્તર્યું છે. આ મજબૂત આંકડાઓ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે કાર્યરત કંપનીઓના બળે દક્ષિણ ગુજરાત ભારતનું આગવું ઇકોનોમિક હબ બની રહ્યું છે.











