દક્ષિણ ગુજરાત: ગતરોજ દક્ષિણ ગુજરાતના જાણીતા મોક્ષમાર્ગી સંપ્રદાયના પ્રચારક અને અનેક લોકોના હૃદયમાં વસતા વ્યક્તિત્વ દેવાભાઈ ગાંગડિયા (જે દેવાદાદા અને હુલામણા તરીકે વધુ પ્રસિદ્ધ)નું આજે સવારે કાર અકસ્માતમાં અચાનક અવસાન થયું છે. આ અકસ્માતિક વિદાયથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

ગાંગડિયા ગામના વતની અને સાસરા પક્ષ તરફથી અનેકોના દાદા તરીકે ઓળખાતા દેવાદાદા હંમેશા હસતા ચહેરા અને સરળ સ્વભાવ માટે પ્રસિદ્ધ હતા. તેઓ દારૂના વ્યસનમાંથી અનેક લોકોને મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ અત્યંત સક્રિય રહેતા અને સમાજસેવાના કાર્યોમાં પ્રતિબદ્ધ હતા. તેમણે ખેરગામની ચિંતુબા છાંયડો હોસ્પિટલ અને અનાવલ ખાતેની હસમુખ પેથોલોજી લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા ઘણા વડીલો તેમની વિનમ્રતા અને સરળ વાતચીતથી પ્રભાવિત થયા હતા.

એક વડીલે તો ઉદ્ગાર કાઢ્યા હતા કે, “અમને તો ભગવાન જેવા મળી ગયા.” દેવાદાદાના અવસાનની જાણ થતાં જ અનેક સ્વજનો અને શુભેચ્છકોના ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા. તેમની લોકપ્રિયતાનો આ અનુભવ જ તેમના વ્યક્તિત્વની મહાનતાનો પુરાવો છે. મોક્ષમાર્ગી સંપ્રદાયમાં પણ તેઓ ખ્યાતનામ પ્રચારક તરીકે જાણીતા હતા. ઘણા વડીલો તેમને જોવા અને સાંભળવા માટે આતુર રહેતા.

અંતિમ જોહાર:
કુદરતની લીલા આગળ માનવી હંમેશા અસહાય જ રહે છે. દેવાદાદાએ પોતાના જીવનમાં અનેક યાદો અને પ્રેરણા મૂકી છે. મા પ્રકૃતિ તેમના આત્માને શાંતિ આપે અને મોક્ષમાર્ગે લઈ જાય એવી પ્રાર્થના. આ અકસ્માતિક અવસાનથી તેમના પરિવારજનો અને સમાજના અનેક લોકો શોકમગ્ન છે. તેમના આત્માને શાંતિ મળે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here