નવસારી: EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવતી મોબાઈલ મેડિકલ યુનિટ (MHU) PVTIને ૧૧ જૂને એક વર્ષ પૂર્ણ થયું. આ અવસરે યુનિટના કર્મચારીઓએ વર્ષગાંઠની ઉજવણી કરી અને યોજનાની સફળતા અને આગામી વિકાસ માટે સંકલ્પ કર્યો.

કાર્યક્રમમાં MHUના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ડો. શીતલ વસાવા, મેડિકલ ઓફિસર ડો. પ્રિયંકા અને અન્ય સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. તમામે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને યોજનાની સફળ કામગીરીની પ્રશંસા કરી. આ મોબાઈલ મેડિકલ યુનિટ નવસારી જિલ્લાના અંતરિયાળ અને વંચિત વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનું મહત્વનું કાર્ય કરી રહી છે. યુનિટ લાભાર્થીઓના વિસ્તારમાં જઈને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને જરૂરી દવાઓનું વિતરણ કરે છે.

ગત એક વર્ષ દરમિયાન કુલ 30,649 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. યુનિટ હિમોગ્લોબિન, બ્લડ શુગર, મેલેરિયા, પ્રેગ્નન્સી ટેસ્ટ સહિત વિવિધ લેબોરેટરી ટેસ્ટ કરે છે અને જરૂરી દવાઓ સાથે આરોગ્ય જાગૃતિ અને માર્ગદર્શન પણ આપે છે. કર્મચારીઓએ આ અવસરે આગામી દિવસોમાં વધુ સમર્પણ અને નિષ્ઠાપૂર્વક કામ કરીને સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ લીધો છે. આ પ્રકારની મોબાઈલ મેડિકલ યુનિટ્સ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here