સુબીર:  તારીખ 07/06/2026 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ YouTube પર “Navajivan News પર Prashant Dayal” દ્વારા એક વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા આદિવાસી અસ્મિતાના પ્રતીક, પાંચમી અનુસૂચિના પ્રખર લડવૈયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ માટે ‘આતંક’ જેવા અત્યંત વાંધાજનક અને બદનક્ષીભર્યા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જાહેર માધ્યમમાં આદિવાસી સમાજના સર્વોચ્ચ માર્ગદર્શકની છબી ખરડવાના આ દૂષિત પ્રયાસ સામે સમગ્ર ડાંગ જિલ્લાના આદિવાસી સમાજ અને સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

આ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં અને પત્રકાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે, આજ રોજ શુક્રવારના દિવસે ‘ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના (BASS)’ ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો સુબીર ખાતે બિરસા મુંડા સર્કલ પાસે એકત્રિત થઇ સૌ આગેવાનોએ સાથે મળીને સુબીર પોલીસ સ્ટેશન ખાતે જઈ માનનીય પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીને લેખિતમાં કમ્પ્લેન (અરજી) સુપરત કરી છે નિલેશભાઈ એસ. ઝાંબરે જણાવ્યું હતું કે, “શ્રી છોટુભાઈ વસાવા સાહેબ સમગ્ર દેશ અને ગુજરાતના આદિવાસીઓના બંધારણીય હકોની લડતનો એક મજબૂત અવાજ છે. તેમના માટે આવા નકારાત્મક શબ્દો વાપરવા એ માત્ર એક વ્યક્તિનું નહીં, પણ સમગ્ર આદિવાસી સમાજની ગરિમાનું અપમાન છે. શાંતિપ્રિય આદિવાસી વિસ્તારમાં વૈમનસ્ય ફેલાવનારા આવા તત્વો સામે જો પોલીસ તંત્ર દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કડક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે સુબીર પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ એકસૂરે ન્યાયની માંગ કરી છે અને સોશિયલ મીડિયા પરથી આ વાંધાજનક વિડીયો તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી છે.

આ વિરોધ પ્રદર્શન અને રજૂઆતમાં સંગઠનના મુખ્ય આગેવાનોમાં શ્રી નિલેશભાઈ એસ. ઝાંબરે (જિલ્લા પ્રમુખ, ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના) શ્રી પ્રવિણભાઈ એસ. ઝાંબરે શ્રી રવિન્દ્રભાઈ રડકીયાભાઈ સોડિયા શ્રી વિકાસભાઈ મોતિલાલભાઈ ગાવિત શ્રી કરણભાઈ કમલેશભાઈ બાગુલ શ્રી અર્જુનભાઈ કમલેશભાઈ બાગુલ ઉપસ્થિત રહ્યા હતા

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here