પારડી: “શિક્ષિત બાળક, સમૃદ્ધ સમાજ અને વિકસિત ભારતનો મજબૂત પાયો” એવા ઉમદા વિચાર સાથે ગતરોજ પારડી તાલુકાની ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણનો સુંદર અને હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય જનતા યુવા મોરચાના સક્રિય કાર્યકર્તા અને તાલુકા પંચાયત ઉમરગામના ઉપપ્રમુખ શ્રી હાર્દિક શાહે વિદ્યાર્થીઓને નોટબુક ભેટ સ્વરૂપે અર્પણ કરી. શિક્ષણ પ્રત્યેની તેમની આ સંવેદનશીલતા અને સેવાભાવના સૌને પ્રેરિત કરી ગઈ. આ પ્રસંગે ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લા પ્રભારી શ્રી અતુલ મોહતા, પારડી તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી રવિ પટેલ તેમજ પારડી યુવા મોરચાના અન્ય સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર છવાયેલી ખુશી અને નવી નોટબુક જોઈને ઉત્સાહ વધી ગયો હતો.

શ્રી હાર્દિક શાહે જણાવ્યું કે બાળકોને આપેલી એક નોટબુક માત્ર ભેટ નથી, પરંતુ તેમના સપનાઓને નવી ઉડાન આપતું એક મહત્વનું સાધન છે. શિક્ષણમાં યોગદાન આપવું એ જ સમાજના સાચા પરિવર્તનનો માર્ગ છે. ખેરલાવ ગામના ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ વતી શ્રી હાર્દિક શાહ, શ્રી અતુલ મોહતા, શ્રી રવિ પટેલ તથા તમામ યુવા મોરચાના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આવા કાર્યક્રમો બાળકોમાં અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધારે છે અને સમાજને વિકાસ તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here