દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજના રાહબર, મક્કમ લડવૈયા અને સમાજ જાગૃતિના પ્રણેતા આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબનો જન્મદિવસ આજે ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. સમાજના લાખો યુવાનો અને આદિવાસી ભાઈ-બહેનો તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

છોટુભાઈ વસાવા સાહેબ 7 વખતના પૂર્વ ધારાસભ્ય તરીકે આદિવાસી વિસ્તારોના વિકાસ અને અધિકારોની લડતમાં અગ્રેસર રહ્યા છે. તેઓ પોતાના નિર્ણયો પર અડગ રહેનારા, નિડર અને ઝઘડીયા સ્વભાવના નેતા તરીકે સમગ્ર આદિવાસી સમાજમાં પ્રસિદ્ધ છે. તેમણે હજારો યુવાનોને તેમના હક અને અધિકારો માટે જાગૃત અને સંઘર્ષ માટે તૈયાર કર્યા છે. સમાજના વરિષ્ઠ નેતા તરીકે છોટુભાઈ વસાવા સાહેબ આદિવાસી યુવા મંચ સહિત વિવિધ સામાજિક કાર્યક્રમોમાં સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમના અનુભવ અને સંઘર્ષની પ્રતિબદ્ધતાએ અનેક યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યું છે.

આજના અવસરે સમગ્ર આદિવાસી સમાજ તરફથી છોટુભાઈ વસાવા સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પ્રકૃતિ તેમને હંમેશા સ્વસ્થ, સલામત અને લાંબી આયુષ્ય આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે.
“આદિવાસી સમાજના અમૂલ્ય સંપત્તિ” તરીકે ઓળખાતા છોટુભાઈ વસાવાના આ જન્મદિવસે સમગ્ર વિસ્તારમાં શુભેચ્છાઓનો પ્રવાહ વહી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here