વાંસદા: લાડુબા એગ્રો અને DECISION NEWS અને ગ્રામ પંચાયત માંડવખડકના સંયુક્ત ઉપક્રમે ઔષધીય વૃક્ષારોપણ અભિયાનનું આયોજન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગતરોજ અંકલાછ ગામના વિવિધ સ્થળોએ ઔષધીય વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં લાડુબા એગ્રોના અને DECISION NEWS ની સાથે સંકળાયેલા યુવાનોએ અંક્લાછ ગામમાં આંવળા, અડુસી, લીમડો, અર્જુન, બીલ, અશ્વગંધા જેવા ઔષધીય વનસ્પતિઓનું રોપણથી ગામનું વાતાવરણ શુદ્ધ અને લોખીતને ધ્યાને રાખીને કરાયું હતું. આ વૃક્ષારોપણથી સ્થાનિક લોકોને ઘરઆંગણે જ ઔષધીય સામગ્રી મળી રહેશે.

કાર્યક્રમના મુખ્ય આયોજકોએ જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ સાથે સાથે સ્થાનિક લોકોને આયુર્વેદિક અને ઔષધીય વનસ્પતિઓ વિશે જાગૃતિ લાવવાનો છે.“અમે પર્યાવરણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરીએ છીએ. આવા અભિયાનો દ્વારા યુવાન પેઢીને પ્રકૃતિ સાથે જોડવાનો અમારો પ્રયાસ છે.” અમે ગ્રામ પંચાયત માંડવ ખડક ગ્રામ પંચાયત અને સરપંચશ્રી વલ્લભભાઈનો પણ આભાર માનીએ છીએ કે તેમણે આ પ્રકૃતિ સંવર્ધનના કાર્યમાં અમને સહયોગ આપ્યો છે.











