તમિલનાડુ: ગતરોજ તમિલનાડુના મંદિરોમાં વીઆઈપી દર્શન અને અન્ય સેવાઓના નામે ભક્તો પાસેથી ગેરકાયદેસર પૈસા વસૂલવાની ફરિયાદો પર કડક કાર્યવાહી કરતા રાજ્યના મંત્રી એસ. રમેશે આજે એક અનોખું સ્ટિંગ ઓપરેશન કર્યું છે.

Decision News એકઠી કરેલી જાણકારી પ્રમાણે  મંદિરોમાં વીઆઈપી દર્શન અને અન્ય સેવાઓ માટે ભક્તો પાસેથી ગેરકાયદેસર પૈસા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો મંત્રી સુધી પહોંચી હતી. આના નિવારણ માટે મંત્રી એસ. રમેશ શુક્રવારે સવારે કોઈને પણ જણાવ્યા વિના સામાન્ય નાગરિકની જેમ ચહેરા પર માસ્ક લગાવીને મંદિરમાં પ્રવેશ્યા હતા. મંત્રીના સહાયકે ત્યાં હાજર પૂજારી પાસે જલ્દી (સ્પીડ) દર્શન કરાવવા માટે પૂછપરછ કરી. મંત્રીની ઓળખથી અજાણ પૂજારીએ ઝડપી વીઆઈપી દર્શન માટે ₹4,000 ની માંગણી કરી હતી. જ્યારે મંત્રીએ જણાવ્યું કે તેમની પાસે રોકડા રૂપિયા નથી, ત્યારે પૂજારી અને સ્ટાફે ઓનલાઈન પેમેન્ટ કરવાનો વિકલ્પ આપ્યો. મંત્રીના કહેવાથી તેમના સહાયકે તે રકમ GPay દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી, જેથી લાંચનો પાકો પુરાવો મળી જાય. પૈસા ટ્રાન્સફર થતાં જ મંત્રીએ પોતાનો માસ્ક હટાવીને અસલી ઓળખ જાહેર કરી દીધી હતી. મંત્રીને પોતાની સામે જોઈને પૂજારી અને ત્યાંના સ્ટાફના હોશ ઉડી ગયા હતા

મંત્રીએ તાત્કાલિક એક્શન લેતા ગેરરીતિમાં સામેલ એક પૂજારી અને બે સુરક્ષા કર્મચારીઓ સહિત કુલ 5 લોકોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મંદિરમાં વાળ દાન (મુંડન) ની સેવા માટે ભક્તો પાસેથી ગેરકાયદેસર ચાર્જ વસૂલતા અન્ય બે કર્મચારીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવાયા છે. મંત્રીએ જાહેરમાં ચેતવણી આપી છે કે મંદિરોના વહીવટમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં અને સામાન્ય ભક્તોને કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here