વ્યારા: લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક શ્રી નિલમભાઈ પટેલને ગુજરાત રાજ્ય આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘જન જાતીય ગરિમા ઉત્સવ-2026’ અંતર્ગત ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ટાઉન હોલ, વ્યારા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નિલમભાઈ પટેલને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું. છેલ્લા 19 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં અવિરત સેવા આપી રહેલા લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યોને આ સન્માન દ્વારા માન્યતા આપવામાં આવી છે.

ટ્રસ્ટની મુખ્ય કામગીરી: શિક્ષણ, આરોગ્ય,પર્યાવરણ અને જળ સંચય, કૃષિ વિકાસ, સ્વરોજગાર, સરકારી યોજનાઓની માહિતી અને લાભ અપાવવા, આદિવાસી સાહિત્ય સંશોધન આ તમામ ક્ષેત્રોમાં ટ્રસ્ટે આદિવાસી સમાજના ઉત્થાન માટે નોંધપાત્ર કાર્યો કર્યા છે, જેની સરકારે પણ પ્રશંસા કરી છે. આ સન્માન પ્રાપ્ત કરીને નિલમભાઈ પટેલે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વધુ ઉત્સાહ સાથે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here