આદિવાસી અસ્મિતા ફોટોગ્રાફ્સ

ઉકાઈ: ઉકાઈના લીંબી ગામના આદિવાસી યુવક મહેન્દ્રભાઈ વસાવાએ અથાક મહેનત અને પરિવારના ત્યાગના બળે ગુજરાત પોલીસમાં PSI તરીકે પસંદગી મેળવીને એક મિસાલ પેશ કર્યો છે. તેમની આ સફળતાએ સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

મહેન્દ્રભાઈ વસાવા અત્યંત સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન છે. જીવનમાં અનેક વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હોવા છતાં મહેન્દ્રભાઈએ હિંમત નહોતી હારી. તેઓ સતત મહેનત અને સંઘર્ષ કરતા રહ્યા. તેમના સપનાને સાકાર કરવા માટે માતા-પિતાએ પણ અદમ્ય ત્યાગ કર્યો અને ઘરના ઘરેણાં ગીરવે મૂકીને, ભેંસો વેચીને પણ પુત્રના અભ્યાસ પાછળ ખર્ચીને તેઓએ મહેન્દ્રભાઈને સાથ આપ્યો. આ ત્યાગ અને મહેન્દ્રભાઈની અથાક મહેનતનું પરિણામ આજે ગુજરાત પોલીસની ખાખી વર્દીમાં જોવા મળ્યું છે.

તાપી જિલ્લા પોલીસ દ્વારા મહેન્દ્રભાઈ વસાવાની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.  મહેન્દ્રભાઈની આ સંઘર્ષગાથા સાબિત કરે છે કે પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકૂળ હોય, મહેનત, ધીરજ અને પરિવારના સમર્થનથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. તેમની સફળતા આદિવાસી વિસ્તારના યુવાનો માટે પ્રેરણાનો દીવો બની રહેશે.

આદિવાસી સમાજની શુભેચ્છા:
મહેન્દ્રભાઈ વસાવાને ગુજરાત પોલીસમાં PSI તરીકેની નવી જવાબદારીમાં વધુ સફળતા મળે અને તેઓ સમાજ માટે ઉત્તમ સેવા આપે તેવી અપેક્ષા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here