ખેરગામ: ખેરગામ તાલુકામાં બહેજ, આછવણી અને તોરણવેરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ફરજ બજાવતી આશરે 72 જેટલી આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલી આશા અને ફેસિલિટેટર બહેનો છેલ્લા પાંચ મહિનાથી પગાર વિના કામ કરવા મજબૂર બન્યાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આશા ફેસિલિટેટર બહેનોને જાન્યુઆરી- 2026થી આજદિન સુધીનો પગાર હજુ પણ મળ્યો નહિ, આ સિવાય સરકાર દ્વારા જાહેર કરાયેલા 50 ટકા પ્રોત્સાહક વધારાનો લાભથી પણ તેઓ વંચિત છે જેના કારણે બહેનો આર્થિક અગવડતા પડી રહી છે. આ મુદ્દાને લઈને આશા ફેસિલિટેટર બહેનોએ ખેરગામ મામલતદાર વિજય પટેલને આવેદનપત્ર આપ્યું છે.
આવેદનપત્ર મુજબ ગામોમાં માતા-બાળ આરોગ્ય, રસીકરણ, આરોગ્ય જાગૃતિ સહિતની મહત્વપૂર્ણ સેવાઓ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે, ત્યારે છેલ્લા છ મહિનાથી પગાર ન મળતાં ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આશા અને આશા ફેસિલિટેટર બહેનોએ તાત્કાલિક બાકી રહેલો પગાર ચૂકવવા માંગ કરી છે.











