વાંસદા: પત્રકારત્વમાં નામનાપ્રદ સમાચાર પત્ર દિવ્ય ભાસ્કરમાં ખોટો અહેવાલ છાપી તેને કલંકિત કર્યાની ઘટના વાંસદા તાલુકામાંથી સામે આવી છે વાંસદા તાલુકા દિવ્ય ભાસ્કર માટે કામગીરી કરતા પ્રતિનિધિ દ્વારા ખોટો અહેવાલ પ્રકાશિત કર્યાનો આક્ષેપ માજી શાસક પક્ષના નેતા બિપિન માહલા દ્વારા કરવામાં આવ્યો છે.
દિવ્ય ભાસ્કરમાં છપાયેલ અહેવાલ મુજબ વાંસદા તાલુકાના વાંસદા તાલુકાની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો કાર્યભાર સંભાળી ચૂક્યા હોવા છતાં ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા બિપીનભાઈ બી. માહલાએ પોતાને હાલના શાસક પક્ષના નેતા દર્શાવી જિલ્લા ક્લેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) સહિતના અધિકારીઓને પત્ર લખ્યા હોવાનો મામલો સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. વાયરલ થયેલા પત્રમાં બિપીનભાઈ માહલાએ શાસક પક્ષના નેતા તરીકે સહી-સિક્કા કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તાલુકા પંચાયતમાં નવા પ્રતિનિધિઓ સત્તા સંભાળી ચૂક્યા છે. ત્યારે પૂર્વ હોદ્દેદાર દ્વારા આ પ્રકારનોઉલ્લેખ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો કોઈ વ્યક્તિ હાલ તે હોદ્દા પર નથી, તો શું તે હોદ્દાના સરકારી અધિકારીઓને તે નામે સત્તાવાર પત્રવ્યવહાર કરી શકે? જો આવું કરવામાં આવ્યું હોય તો શું તે નિયમોનો ભંગ ગણાય? અને આવા લેટરપેડનો અન્ય કોઈ હેતુસર દુરુપયોગ થયો છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. આ સમગ્ર ઘટનાએ વાંસદા ભાજપમાં ચાલી રહેલા આંતરિક મતભેદોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થતાં કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હવે જિલ્લા વહીવટી તંત્ર તથા ભાજપ સંગઠન આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છેભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દ્વારા હોદ્દા પર ન હોવા છતાં શાસક પક્ષના નેતા તરીકે અધિકારીઓને પત્ર લખવામાં આવ્યા હોવાના મામલે હવે અનેક સવાલો ઊભા થયા છે. આવા લેટરપેડનો કોઈ દુરુપયોગ થયો છે કે નહીં, તેની તલસ્પર્શી તપાસ કરી જરૂરી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
બિપીન માહલા દ્વારા decision News ને અપાયેલા નિવેદન મુજબ દિવ્ય ભાસ્કરના વાંસદા તાલુકા પ્રતિનિધિ દ્વારા મારા વિશે જે લખાણ લખ્યું છે તદ્દન પાયા વિહોણું છે મારા લેટર પેડ પર મેં માજી શાસક પક્ષના નેતા તરીકે નોંધ કરી છે, મારા કોઈ પણ લેટર પેડ પર મેં “માજી” હોવાની નોંધ કરી છે. મારું પાર્ટીમાં ખરાબ છાપ ઊભી કરવા, અને વિરોધીઓ સાથે મનમેળ કરી દિવ્ય ભાસ્કરમાં મારા વિરુદ્ધ ખોટો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.











