મુકેશ પટેલ ફોટોગ્રાફ્સ

સેલવાસ: માથે ધોળી ટોપી, હાથમાં તુર અને થાળીના રણકાર સાથેની આદિવાસી છબી જોઈને દરેક આદિવાસીની નસોમાં સ્વાભિમાનનું લોહી ઉકળી ઉઠે છે. આ માત્ર વેશભૂષા કે વાજિંત્રો નથી, પરંતુ ધોડિયા આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક અને અડીખમ અસ્તિત્વ છે.

આદિવાસી સમાજના ધોડિયા સમુદાયના લોકો કહે છે કે, પેઢીઓ બદલાતી રહેશે, પરંતુ તેમનો ઇતિહાસ, સંસ્કાર અને પરંપરાઓ ક્યારેય ભૂલાશે નહીં. તેઓ પ્રકૃતિના સાચા પૂજક છે અને પોતાની સંસ્કૃતિ પર ગૌરવ અનુભવવાની તાકાત તેમનામાં છે. ધોળી ટોપી, તુર અને થાળીના સંગીત સાથેની તેમની પરંપરાઓ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તેમના સાંસ્કૃતિક અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ તત્વો આદિવાસી સમાજની એકતા, સ્વાભિમાન અને પ્રકૃતિ સાથેના અતૂટ નાતાને વ્યક્ત કરે છે.

સ્થાનિક ધોડિયા સમુદાયના યુવાનો અને વડીલો કહે છે, “આપણી સંસ્કૃતિ આપણી ધરોહર છે. તેને જાળવી રાખવી એ દરેક આદિવાસીની જવાબદારી છે.” તેઓ નવી પેઢીને પણ આ પરંપરાઓથી જોડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ધરમપુર અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ સંસ્કૃતિ આજે પણ ગામડાઓમાં જીવંત છે. તહેવારો, લગ્નપ્રસંગો અને સામૂહિક કાર્યક્રમોમાં આ વેશભૂષા અને વાજિંત્રો આદિવાસીઓની અસ્મિતાને ઉજાગર કરે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here