સેલવાસ દાદરા અને નગર હવેલી વારલી સમાજ સંગઠન દ્વારા આદિવાસી વારલી સમાજ માટે એક ગૌરવવંતી ક્ષણ સામે આવી છે. વારલી સમાજના હોશિયાર અને મેધાવી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની NEET UG પરીક્ષામાં શાનદાર ગુણ પ્રાપ્ત કરી સેલવાસ સ્થિત સુપ્રસિદ્ધ ‘નામો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ’ (Namo Medical Education and Research Institute) ખાતે MBBS ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી સમગ્ર પ્રદેશનું નામ રોશન કર્યું છે.

સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ: ઉન્નતિ ધર્મેશ કાંકવા – ચિખલી રોનિત રામા ટોકરે – સિંદોની સલોની સોન્યા વરઠા – સાયલી ગુરવ જીગનિતા દિપક – ઘોડબારી કાંકડ નિક્કી માલજી – સુરંગી ખરપડિયા હરષના સંજયભાઈ – ઘોડબારી ઢીંઢા તનિષ્ક જુગલભાઈ – ચિંચપાડા બીજ રોહન લક્ષી – દુધની આ વિદ્યાર્થીઓની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ વારલી સમાજ સંગઠનના પ્રમુખ શ્રી શંકરભાઈ ગોરાત, ઉપ પ્રમુખ શ્રી ગુલાબભાઈ વાઘાત તથા સમાજના અગ્રણીઓ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનોની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓનું સાદર સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સમગ્ર સમાજમાં હર્ષ અને ખુશીની લહેર ફેલાઈ છે તથા યુવાનોમાં શિક્ષણ પ્રત્યે નવી પ્રેરણા જગાવી છે.

આ તકે સમાજના આગેવાનોએ વારલી સમાજના આ યુવા ડોક્ટરો ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી પોતાના પરિવાર, સમાજ અને દાદરા નગર હવેલી પ્રદેશનું નામ રોશન કરે તેમજ નિષ્ઠાપૂર્વક માનવસેવા કરે તેવી પ્રકૃતિના ચરણે પ્રાર્થના કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

(by મુકેશ પટેલ સૌજન્ય: દાદરા અને નગર હવેલી વારલી સમાજ સંગઠન)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here