ધરમપુર : વલસાડ SOG પોલીસે ધરમપુર તાલુકાના બરૂમાળ ગામ પાસેથી 472 ગ્રામ ગાંજા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વ હેઠળ SOGની ટીમ ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી.

Decision news ને મળેલી જાણકારી મુજબ ધરમપુર તાલુકાના બરૂમાળ ગામની મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામેના ત્રણ રસ્તા પર વાહન તપાસ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલને અટકાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોટરસાયકલના સ્ટેરિંગ પર ભેરવેલી થેલીમાંથી 472 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની વિગત:
ઝડપાયેલા આરોપીનું નામ નિકુંજભાઈ રસીકભાઈ ગરાસીયા (ઉંમર ૨૪) છે. તે ધરમપુર તાલુકાના શેરીમાળ ગામ, ઉપલું ફળિયુંનો રહેવાસી છે અને વ્યવસાયે સલૂન ચલાવે છે. પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ 53,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(II)(A) અને ૨૯ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં SOGના PI ડી.ડી. પરમાર, PSI એસ.આર. સુસલાડે અને અન્ય સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here