વલસાડ: દરેક બાળકનું બાળપણ ખુશીઓથી ભરેલું હોય, ચહેરા પર હંમેશાં સ્મિત રહે, આંખોમાં સુંદર સપનાં હોય અને જીવનમાં આગળ વધવાની સમાન તક મળે— એ જ સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ સમાજની સાચી ઓળખ છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળવું અનિવાર્ય છે.
સાંઈનાથ હોસ્પિટલ ધરમપુરના ડો. હેમંત પટેલ જણાવે છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજે સાથે મળીને આગળ આવવું પડશે. દરેક બાળકને પ્રેમ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારા સંસ્કાર, સમજણ અને પૂરતું પોષણ મળી રહે તે અત્યંત આવશ્યક છે. આ બધી બાબતોથી જ બાળકનું બાળપણ સાચા અર્થમાં ખીલી ઊઠે છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને છે.

જો આપણા આદિવાસી સમાજમાં આવા સકારાત્મક વિચારો સાથે બાળકના અધિકારો, શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાની હાકલ કરવામાં આવી છે, જેથી દરેક નાનું બાળક એક સુરક્ષિત અને ખુશનુમા વાતાવરણમાં મોટું થઈ શકે.











