ગુજરાત: 26 મી  એપ્રિલ 2026 એટલે આજે રવિવારે ગુજરાતમાં સૌથી મોટાપાયે મતદાન યોજનાર છે. રાજ્યમાં પહેલીવાર ઉનાળામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 393 સંસ્થાઓની 10005 બેઠકો માટે હાલની ચૂંટણીમાં વોટિંગ પહેલા જ 736 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે.

રવિવારે સવારે 7 થી સાંજે 6 કલાક એમ 11 કલાકમાં યોજનારી ચૂંટણીમાં SIR પછી 4 કરોડ 8 લાખ 16 હજાર 713 નાગરીકોને મતાધિકાર મળ્યો છે. જેઓ પોતાના વતી પાંચ વર્ષ માટે પાલિકા- પંચાયતમાં વહિવટ કરવા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે. રાજ્ય ચૂંટણી આયોગની પ્રસારિત માહિતી મુજબ 15 મનપામાં 43 બેઠકો બિનહરિફ થઈ છે. પરંતુ એકપણ વોર્ડ સંપૂર્ણ બિનહરિફ નથી. આથી તમામ મહાનગરોમાં તમામ મતદારોને મતદાન કરવાની તક ઉપલબ્ધ થશે. પરંતુ, 84 નગરપાલિકાઓમાં બિનહરિફ 385 બેઠકોમાંથી 53 વોર્ડમાં તો ચારેય ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે.

આથી, 53 વોર્ડને બાદ કરતા 603 વોર્ડના મતદારોને મત આપવાની તક ઉપલબ્ધ ચાર ઉમેદવારોને ચૂંટવા મતદાર મળ્યો છે. આથી ચાર મત આપ્યા બાદ દરેકે EVM માં છેલ્લે રજિસ્ટ્રેશનનું બટન દબાવવું જરૂરી રહેશે.  ગ્રામિણ ક્ષેત્રે પંચાયત રાજની સંસ્થાઓમાં તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ઉમેદવારી નહીં થતાં અને ત્રણ બેઠકો પર ઉમેદવારોનું અવસાન થતાં છ બેઠકો માટે ચૂંટણી રદ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here