નવસારી: ડો.બાબાસાહેબ આંબેડકરની 136 મી જન્મજયંતી નિમિતે નવસારી ખાતે જાતિ મુક્ત ભારતના સમતા સન્માન સમારંભ યોજાયો. પાટીદાર સમાજ ભવન જલાલપોર ખાતે યોજાયેલ ફ્રી મેગા મેડિકલ કૅમ્પ-બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકોએ ભાગ લીધો.

ભારતના બંધારણના ઘડવૈયા,નારી જાતિના મુક્તિ દાતા, દલીતો- શોષિતો,પીડિતો અને કચડાયેલા વર્ગના મસિહા,વિશ્વ વંદનીય વિભૂતિ,બૈદ્ધિસત્વ,’ ભારત રત્ન’ ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 136મી જન્મજયંતિ ઉત્સવ પ્રસંગે વિદ્યા સંજીવની મંડળ અને ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નિરાલી હોસ્પિટલ દ્વારા સ્ત્રી કેન્સર અને સ્ત્રી રોગ તેમજ કાર્ડિયચાક કન્સલ્ટીંગ તેમજ બ્લડ ટેસ્ટીંગ,રોટરી આઈ હોસ્પિટલ દ્વારા આંખની તપાસ અને ઓપરેશન, કિડની સ્પે. ડૉ. સુબોધ કાંબલે દ્વારા યુરોલોજી કન્સલ્ટીંગ, ડૉ.આનંદ જી.ચૌહાણ શ્રીજી ડેન્ટલ કેર એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા દંત યજ્ઞ, ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ,ખેરગામ દ્વારા જનરલ કન્સલ્ટીંગ, રેડક્રોસ સંસ્થા દ્વારા બ્લડડોનેશન અને બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે 9 જેટલાં જાતિમુક્ત ભારતના કર્મશીલોનું સમતા સન્માન કરવામાં આવ્યું હતું,જેમાં સિસ્ટર વંદના ફ્રાન્સીસ(પ્રિન્સીપાલ સેન્ટ ફ્રાન્સીસ ઓફ આસીસી કોનોન્ટ હાઈસ્કુલ-નવસારી), ડૉ.નિરવ ભુલાભાઈ પટેલ (ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ-ખેરગામ), કાંતિલાલ અંબારામ ખત્રી(સમાજ સેવક), ડૉ.આર.સી. ધોરાજીયા (સુરભી હોસ્પિટલ – નવસારી), જીતેન્દ્ર પટેલ(એડિટર સાઈ ગ્રુપ મીડિયા હાઉસ – જીતુભાઈ), ડૉ. સુબોધ કામલે (કીડની સ્પેશ્યાલિસ્ટ-સુરત), સુબોધચંદ્ર મગનલાલ નાયક (પ્રકૃતિ પ્રેમી), પ્રજ્ઞેશ જે. પટેલ (ઉધોગ સાહસિક), નાનજીભાઈ લાખાભાઈ રાઠોડ (સામાજીક કાર્યકર), અહમદ આદમ રાવત (સેક્રેટરી મુલ્લા હોસ્પિટલ)નો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારૂલત્તા કાંબલે(પટેલ), ડૉ.અહમદ હકીમ મોલધરીયા, મધુભાઈ કથિરીયા (પાટીદાર અગ્રણી), સુરેશ પાંડે, વૈશાલી પી. વાટવેચા, સંજયભાઈ સોલંકી (સિસોદ્રા), વનરાજભાઈ ભાલિયા,જાહીદ કાજી, હેમલતાબેન એચ. વશી, શિલાબેન સુબોધચંદ્ર દેસાઈ, માનસી વી.મકવાણા,ચંદુભાઈ પરીયા, મલેક મહમદ જાકરીયા, દિનેશભાઈ મિસ્ત્રી, રમેશભાઈ મુળજીભાઈ વાળા, લક્ષ્મણભાઈ ગલચર, બગદાભાઈ પરમાર, બિપીનભાઈ રાઠોડ એડવોકેટ અને સહયોગી સંસ્થાઓ ભારતીય બહુજન હિતાય સંઘ, રચના ટ્રસ્ટ, સમસ્ત આંબેડકર બૌદ્ધ સમાજ, સમસ્ત આદિવાસી સમાજ, ભીમસૈનિક મિત્ર મંડળ, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ, જય ભીમ મિત્ર મંડળ, આદિવાસી જનજાગૃતિ સમિતિ, જય ભીમ એક્તા યુવા મંડળ મિથીલા નગરી, હેલ્પનેશન પિપલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, માતોશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર સમાજ મંડળ અને નવસારી વિધા સંજીવની મંડળ સંસ્થાપક પરેશકુમાર એમ. વાટવેચા, પ્રમુખ વિપુલકુમાર મકવાણા, હરેશ એમ.વશી સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે અને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેમજ તમારા પગમાં ચંપલ નહીં હોય તો ચાલશે પણ હાથમા પુસ્તક અવશ્ય રાખજો જેવા મહાન વિચારોના પ્રણેતા અને 9 ભાષાના જાણકાર, 32 ડિગ્રી ધારક તેમજ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અંગ્રેજોને ભણવામાં તકલીફ પડે એવો એમએસસી, ડોકટરેટ ઓફ સાયન્સનો 8 વર્ષનો કોર્ષ દરરોજ 21 કલાકની મહેનત કરી માત્ર 2 વર્ષ 3 મહિનામાં જ પૂરો કરી દેનાર દેશના પ્રથમ કાયદામંત્રી ડો.બાબાસાહેબના માનમાં સમગ્ર કાર્યક્રમ સ્થળ જય ભીમ અને વંદેમાતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. નરેશભાઈ રસોઈયાની સ્વાદિષ્ટ રસોઈ અને મુનાફભાઇ કાપડિયાના એન્કરિંગે, કાર્યક્રમમાં નવસારી હેડકવાર્ટર ડીવાયએસપી સંજય રાય,સીટી પીઆઇ કપિલ નકુમ, પીઆઇ જીએલ રાઠોડ અને તેમની પોલિસ ટીમની સાદગીપૂર્ણ હાજરી, વકીલ યોગેશ જોશીની શાયરી તેમજ ગણદેવીના પ્રખ્યાત ચિત્રકાર ભરત નાયકના ડો.આંબેડકરસાહેબના એકદમ જીવંત તૈલ ચિત્રએ ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here