ઝઘડિયા/નેત્રંગ: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રના નેત્રંગ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વ્યાપક ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા તેમના ઉમેદવારો સાથે નેત્રંગના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા.
તેમણે લોકોના ઘરે-ઘરે જઈને તેમની સમસ્યાઓ સાંભળી અને માર્કેટ વિસ્તારની દુકાનોમાં પણ મુલાકાત લીધી હતી. લોકોને AAPના વિકાસના વિઝન વિશે જણાવતાં તેમણે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને મજબૂત સમર્થન આપવા અપીલ કરી હતી. આ અભિયાન દરમિયાન સ્થાનિક લોકો અને વેપારીઓએ ધારાસભ્યનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને AAPના કાર્યોને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
નેત્રંગ તાલુકામાં આમ આદમી પાર્ટી સતત મજબૂત બની રહી છે. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ ડોર-ટુ-ડોર અભિયાનને વધુ વેગ આપીને વધુ વિસ્તારો સુધી વિસ્તારવાની તૈયારી કરવામાં આવી રહી છે. ચૈતર વસાવાએ કહ્યું કે, “લોકોની સમસ્યાઓ સાંભળીને તેના નિવારણ માટે AAP પ્રતિબદ્ધ છે. આ વખતે નેત્રંગ અને ઝઘડિયામાં AAPની જીત નિશ્ચિત છે.”











