ઝઘડિયા: આજરોજ ભરૂચના ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોની વન અધિકાર સમિતિઓ દ્વારા વન અધિકાર 2006 હેઠળ મળેલી જમીનોની હજુ સુધી પડતર રહેલી માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના જામોલી વડ, રઝલવાડા સહિત ના ગામોને વન અધિકાર કાયદો 2006 હેઠળ જમીનો મળેલ છે જેનો પુરેપુરો અમલ કરવામાં નહીં આવતા જે તે ગામની વન અધિકાર સમિતિ દ્વારા આજરોજ રાજ્યપાલ ગુજરાતને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં કોલમ 1 જણાવ્યું છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 3 મેં 2013 આપેલ ચુકાદામાં આ કાયદાના અમલ અંગે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે તેવો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે અમારા ગામના વન અધિકાર કાયદા હેઠળ વ્યક્તિગત દાવા 87 ઉપરાંત, મંજુર દાવા 60 ઉપરાંત, પેન્ડીગ 25 ઉપરાંત, સામુહિક દાવા 2 ઉપરાંત જેટલા છે જેથી અમારા ગામના અપીલ અરજી ઓ સુનાવણી, ગ્રામસભામાં મંજુર કરેલ ક્ષેત્રફળ ને મંજુરી આપવામાં આવે, GPS માપણી ને માન્યતા આપવામાં આવે, નામંજૂર દાવાઓ પુન:ચકાસણી કરવામાં આવે તેમજ વન અધિકાર 2006 નું પુરેપુરી અમલીકરણ ન થાય ત્યાં સુધી જંગલખાતાના દ્વારા અમારા ગામના દાવેદારોની કબજાવાળી જમીન માં કોઈ પણ પ્રકારની ખાડા ખોદકામ કે પ્લાન્ટેશન કે ફેન્સીગ વાડ કે દાવેદારોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય જેવી માંગ સહિત 11 જેટલી પડતર માંગણીઓ અમલીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ ગામની માંગણીઓ અને તે અંગે થયેલી કાર્યવાહી ની વિગત માહિતી આવેદનપત્ર માં આપેલ સરનામાં પર ૩૦ દિવસ માં લેખિત માં મોકલવા માટે રજુઆત કરવામાં આવી છે.