ધરમપુર: બે દિવસ પહેલાં 1: 30 વાગ્યાની આસપાસ કરંજવેરી નીચલુ ફળીયું ને.હા.નં.56 ધરમપુરથી વાંસદા જતા રોડ ઉપર પેસેન્જર પીયા ગો અને ટાટા અલ્ટરોઝ મરૂન કલરની કાર વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર જ એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું જ્યારે બીજા પેસેન્જરો ગંભીર રીતે ઘાયલ થયા હતા

Decision News ને ધરમપુર પોલીસ સ્ટેશનમાંથી મળેલી ફરિયાદ કોપી અનુસાર એક ટાટા અલ્ટરોઝ મરૂન કલરની કાર જેના રજી. નંબર GJ-05-RT-2715 ના ચાલક આરોપી જયંતીલાલ બાલુભાઇ પટેલ રહે.સી-૩૬ શાંતિ નીકેતન રો હાઉસ, આનંદ મહેલ રોડ અડાજણ સુરત નાએ પોતાના કબજાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોજે. કરંજવેરી નીચલુ ફળીયું ને.હા.નં.૫૬ ધરમપુરથી વાંસદા જતા રોડ ઉપર તા.ધરમપુર જી.વલસાડ ખાતે ફરી.ના મામા-મામી નાઓ રીક્ષા નંબર GJ-21-X-0510 માં બેસી ઘરે જતા હતા તે રીક્ષાને અડફેટે લઇ અકસ્માત કરી જેમાં ફરી.ના મામાને મોઢાના ભાગે તથા જમણા ખભાના ભાગે ફેક્ચર તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નીપજાવી તેમજ રીક્ષામાં બેસેલ ફરી.ની મામીને જમણા પગમાં તથા છાતીના ભાગે તેમજ બીજા પેસેન્જર શાંતાબેન નાઓને મોઢાનાભાઇ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા તેઓ BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ સુરતમાં બેભાન અવસ્થામાં છે

તેમજ રીક્ષા ચાલકને જમણા પગે તથા હાથે ફેક્ચર થયેલ છે તેમજ બીજા પેસેન્જરોને પણ શરીરે નાની મોટી ઇજાઓ પહોચાડી ગુનો કર્યો હતો આ અકસ્માતની ઘટના મૃત્યુ પામેલા એવાજુભાઇ દામુભાઇ માહલા અને ગંભીર રીતે ઘાયલ થયેલા હશુબેન એવાજુભાઇ માહલા, શાંતાબેન લાલજીભાઇ દેશમુખ, સોમીબેન ભાઠીયાભાઇ દેશમુખ, રમેશભાઇ નાગજભાઇ જોગરા, રાજેશભાઇ ચીમનભાઇ ભોયા, સોમલાભાઇ ગફીયાભાઇ ભગરીયા, સવિતાબેન રમણભાઇ રમતુભાઇ ચૌધરી, રંજીતાબેન રશીકભાઇ સોમાભાઇ માહલા, વર્ષાબેન જયંતીલાલ બાલુભાઇ પટેલ વગેરે છે.