પારડી: પારડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં સરકારી અધિકારીઓ પ્રજાલક્ષી પ્રશ્નોના નિકાલમાં ધ્યાન ન આપવાની ફરિયાદ કરવામાં આવી છે. ખાસ કરીને વિકાસ કામો, સરકારી યોજનાઓ અને જનસુવિધાઓને લગતા મામલાઓમાં અધિકારીઓની ઉદાસીનતાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.

ખેડૂતોના જમીન સર્વેક્ષણમાં થયેલી ભૂલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં, એ ચિંતાજનક છે કે આ ભૂલો ખેડૂતોની જમીનની માલિકીમાં સમસ્યાઓ ઊભી કરી રહી છે. તમામ સરપંચોએ સર્વસંમતિથી ડીએલઆર કચેરીમાંથી રિ-સર્વે કરાવવાની માગ કરતો ઠરાવ પોત પોતાની ગ્રામસભામાં કરવાનો નિર્ણય કર્યો હતો.

સરપંચ સંઘે આગામી દિવસોમાં તાલુકાના તમામ ગામડાઓના સરપંચોને ભેગા કરીને સરકાર પાસે પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિકાલ અને સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાની માગ કરવામાં આવશે.બેઠકમાં હોદ્દેદારોમાં ખડકીના શંકરભાઈ પટેલ, અજયભાઈ પટેલ તથા વિવિધ ગામોના સરપંચો જયસુખ પટેલ, મયંક પટેલ, રવિન્દ્ર પટેલ, જયસુખ પટેલ, પુનિત પટેલ સહિતના તમામ સરપંચોએ ભાગ લીધો હતો.