ધરમપુર: વર્તમાન સમયમાં યુવાનોને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ યોગ્ય કારકિર્દી, કૌશલ્ય વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ થકી સાચી દિશા મળી રહે તેવા શુભ આશય સાથે ધરમપુર તાલુકાના જામલીયા ખાતે વિશેષ ‘યુવા માર્ગદર્શન સેમિનાર –2026’નું આયોજન કરવામાં આવ્યું છે.
ધરમપુર તાલુકાના બોર્ડર વિસ્તાર તેમજ આસપાસના ગામોના યુવાનો અને વાલીઓ માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. “યોગ્ય દિશા, મજબૂત પ્રયાસ અને સતત માર્ગદર્શન સાથે ઉજ્જવળ ભવિષ્યની ચાવી” ના મંત્ર સાથે યોજાનારા આ કાર્યક્રમમાં યુવાનોને જીવનમાં આગળ વધવા માટેનું શિક્ષક, શિક્ષણવિદ, યુવા માર્ગદર્શક, લેખક, નીતિ સલાહકાર અને સાથે સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના મહામંત્રી તેજશ પટેલ દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
Decision News ને મળેલી જાણકારી મુજબ સેમિનારના મુખ્ય આકર્ષણો અને વિષયો: શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન (Career Guidance) સ્પર્ધાત્મક, પરીક્ષાઓ માટેની યોગ્ય દિશા, કૌશલ્ય વિકાસ (Skill Development) અને નવી તકો, વ્યક્તિત્વ વિકાસ (Personality Development) અને જીવનમૂલ્યો, યુવાનો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક વ્યાખ્યાન કાર્યક્રમની વિગત: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી સ્થળ જામલીયા ગામ, ધરમપુર તાલુકો, આયોજકો દ્વારા જામલીયા તથા આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને વાલીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેમિનારનો લાભ લેવા અને પોતાની કારકિર્દીને નવી દિશા આપવા માટે ઉત્સાહપૂર્વક હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.











