કપરાડા: કપરાડા તાલુકાના બાલચોંડીના ધોધડકુવા ગામ વિસ્તારમાં કેટલાક દિવસથી એક અસ્થિર મગજ ધરાવતી એક મહિલા બે ત્રણ વર્ષનું માસૂમ બાળક સાથે ફરતી જોવા મળી હતી. હાલે પડી રહેલો ભારે વરસાદમાં એક માસુમ બાળકને લઈ ફરી રહેલી મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે? જાણવા મળ્યું નથી પરંતુ આ મહિલા અસ્થિત મગજની હોવાનું લોકો જણાવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ મહિલા સાથે એક માસુમ બાળક પણ છે. બાળક ખૂબ જ નાનું છે. જેથી ભારે વરસાદમાં પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પણ સારી સૂઝ બૂઝ ધરાવતી નથી એવું જાણવા મળ્યું છે. બાળકને ભૂખ લાગતા રડી રહ્યું હોવાનું પણ જાણવા મળે છે. આ મહિલા બાળકને લઈ રસ્તો પર ફરતા ફરતા ધોધડકુવા ગામના ઝવેરભાઈના ઘર નજીક પહોંચી હતી.
આ મહિલાને માસૂમ બાળક સાથે દયનીય સ્થિતમાં જોતા ઝવેરભાઈ પટેલે દયા આવતા પોતાના ઘરે લઈ જઈ મહિલાને ખાવાનું અને કપડાં આપ્યા હતા.બાળકને પણ નવા કપડાં ફેરવી ખોળામાં લઈ વ્હાલ કરતા ઝવેરભાઈ પટેલે એક માનવતા મહેકાવી છે. આ મહિલા નાના માસુમ બાળક સાથે ક્યાંથી આવી છે. એમનું કોઈ પરિવાર છે કે નહીં તે અંગેની તપાસ કરી પરે પરત પહોંચાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.











