વાંસદા: વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુવાત કરવામાં આવી છે કે સંસદીય મંડળમાં આવતા નવસારી જીલ્લાના વાંસદા ગામની ગ્રામ પંચાયતને રદ કરી તેને નગરપાલિકા તરીકે દરજ્જો આપવામાં આવે એવી અમારી માંગ છે.

ધવલ પટેલ દ્વારા લખવામાં આવેલ પત્ર મુજબ વાંસદા એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે અને વર્ષ 2011 ની વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી લગભગ 15000 જેટલી હતી, જે હાલમાં વધીને લગભગ 25000 સુધી પહોંચી ગઈ છે. વસ્તી તેમજ વિસ્તારના અધારે વાંસદાને નગરપાલિકા તરીકે વિકસાવવાનું યોગ્ય છે. નગરપાલિકા તરીકે ઘોષિત થવાથી વિસ્તારના લોકોને વધુ સારી શહેરી સુવિધાઓ પ્રાપ્ત થશે

વધુમાં લખ્યું છે કે મુખ્યત્વે આદિવાસી સમુદાયને વિવિધ શહેરી વિકાસ યોજનાઓનો સીધો લાભ મળી શકશે. સ્થાનિક લોકોની સુખાકારી અને જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો આવી શકે છે. માટે મુખ્યમંત્રી સાહેબ આપશ્રીને વિનંતી કે વાંસદા ગ્રામ પંચાયતને નગરપાલિકા તરીકે ઘોષિત કરવા યોગ્ય તંત્ર હાવરા પગલા લેવા ભલામણ કરૂ છું. આશા છે કે આપશ્રી આ ભલામણને સહાનુભુતિપુર્વક વિચારી યોગ્ય નિર્ણય લેશો.