ડેડીયાપાડા: આ જાતિવાદનું જીવંત ઉદાહરણ છે.. એવા કેટલાય સવર્ણ હિન્દુ જાતિઓના નેતાઓ છે જેઓ જાહેરમાં અમુક ધર્મના લોકો વિરુદ્ધ ગેરબંધારણીય નિવેદનો જાહેરમાં આપે છે, રેલીઓમાં અને સભાઓમાં હથિયારો હાથમાં લઇ લોકોને ઉશકેરે છે પરંતુ તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી.

અમુક યુવાનની હત્યાં થાય, તે યુવાનના માતાપિતા જાહેરમાં કહે છે કે ભાજપના નેતાએ અમારા છોકરાની હત્યાં કરાવી છે, ભાજપના તે નેતાના ઘરના સીસીટીવી વાયરલ થાય છે જેમાં હત્યા કરવામાં આવેલા યુવાનને ચારથી પાંચ લોકો ઘેરીને ખુરશીમાં બેસાડે છે. આટલા પુરાવા હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.

આવા તે કેટલાય દાખલાઓ છે જેમાં સતાપક્ષના નેતાઓ અને કાર્યકરો જાહેરમાં કાયદા તોડતા ગુનાઓ કરે છે પરંતુ તેમની સામે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી પરંતુ જો કોઈ દલિત- આદિવાસી નેતા સરકારની અન્યાયી અને ભેદભાવભરી નીતિ વિરુદ્ધ લડતો હોય તો તે નેતાઓને ગમે તે બહાને ધરપકડ કરી તેમને ડરાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં નવા જન્મેલા અનેક ક્રાંતિકારી નેતાઓને ખોટા કેસોમાં ફસાવી તેમણે કોર્ટ કચેરીના ધક્કા ખવરાવી માનસિક હેરાન કરી તોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેમાં અમુક ક્રાંતિકારી પાટીદાર અને ઓબીસી નેતાઓ હાર સ્વીકારી કેસો માફ કરાવવા ભાજપ સામે આત્મસમર્પણ કરી ચુક્યા છે. પરંતુ ભારતના દલિત-આદિવાસી નેતાઓ આ બાબતે નીડર અને અડગ છે. તેઓ હાર સ્વીકારતા નથી.

ધારાસભ્ય ચૈતર વસાવાની રાજકીય વિચારધારા સાથે હું સહમતન નથી. કારણ કે આમ આદમી પાર્ટી એ દલિત-આદિવાસી અને ઓબીસી વિરોધી પાર્ટી છે જે ભાજપ, કોંગ્રેસ પછીનું RSS નું ત્રીજું રાજકીય કારખાનું છે. પરંતુ પોતાના સમાજ અને પોતાની વિચારધારા માટે ચૈતર વસાવા હંમેશા સમર્પિત રહે છે. આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી મહામાનવોને તેઓ પોતાના પક્ષ કરતા વધુ માન સન્માન આપે છે. જે તેમને બીજા નેતાઓ કરતા વધુ આદર્શવાદી નેતા બનાવે છે. એટલે જ આદિવાસી સમાજમાં અને યુવાનોમાં તેમની લોકપ્રિયતા વધુ છે.

દલિત, આદિવાસી અને ઓબીસી એમ દરેક સમાજના મુદ્દે બોલે છે. તેમની વિરુદ્ધ આમ ષડયંત્ર કરી ધરપકડ કરવી તે ખોટું છે. કાયદાની અમલવારી તમામ લોકો વિરુદ્ધ એકસમાન હોવી જોઈએ. પરંતુ આમ જાતિનો દ્વેષ રાખી દલિત-આદિવાસી નેતાઓને ટાર્ગેટ કરવા તે ખોટું છે.

BY મિતેશ ધોડિયા