નર્મદા: નર્મદા જિલ્લા પોલીસે બે અલગ-અલગ કેસમાં સફળતા મેળવી છે. પ્રથમ કેસમાં ગરુડેશ્વર તાલુકાની સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે બોટાદથી ઝડપી પાડયો છે. બીજા કેસમાં પ્રોહિબિશનના ગુનાઓમાં એકની અટકાયત કરીને જૂનાગઢ જેલમાં રવાના કર્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર નર્મદા જિલ્લા પોલીસે બે અલગ-અલગ કેસમાં સફળતા મેળવી છે. પ્રથમ કેસમાં ગરુડેશ્વર તાલુકાની સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે બોટાદથી ઝડપી પાડયો છે. બીજા કેસમાં પ્રોહિબિશનના ગુનાઓમાં એકની અટકાયત કરીને જૂનાગઢ જેલમાં રવાના કર્યો છે.માંકડ આંબાનો યુવાન કલ્પેશ ધીરુ તડવીએ સગીરાને તેના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. આ અંગે કેવડિયા એકતાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી અને સગીરાને બોટાદથી શોધી કાઢ્યા હતા. બંનેને એકતાનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
બીજા કેસમાં, પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અશોક કેશરીમલ માલી (રહે. કંબોડિયા, તા.નેત્રંગ, જિ.ભરૂચ)ને પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કડક પગલાં લેવાની સૂચના આપી છે.











