વલસાડ: દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 251 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે આ લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો.આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાયો હતો.

વલસાડના આઝાદ ચોક પર ક્રિકેટ પ્રેમીઓએ ભેગા થઈને જીતની ઉજવણી કરી હતી. લોકોએ ફટાકડા ફોડયા અને તિરંગો લહેરાવ્યો હતો.આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાયો હતો. ત્યારે વલસાડના આઝાદ ચોક પર ક્રિકેટ પ્રેમીઓએ ભેગા થઈને જીતની ઉજવણી કરી હતી.

લોકોએ ફટાકડા ફોડયા અને તિરંગો લહેરાવ્યો હતો. ઉત્સાહિત ચાહકોએ ‘ભારત માતા કી જય’, ‘જય શ્રી રામ’, ‘હર હર મહાદેવ’ ના નારા લગાવ્યા હતા.ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ફાઈનલમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ વિજય સાથે ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. ભારતીય ક્રિકેટ ચાહકોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here