ધરમપુર: દર વર્ષે 8 મી માર્ચને રોજ વિશ્વ મહિલા દિવસ તરીકે આખા વિશ્વમાં ભારે ધૂમધામથી ઉજવવામાં આવે છે.સમસ્ત આદિવાસી સમાજ,વલસાડ જિલ્લા તેમજ આદિવાસી એકતા પરિષદની મહિલા પ્રકોષ્ઠ તેમજ નહેરુ યુવા કેન્દ્રના જોશનાબેન, શાંતાબેન, દમયંતીબેન, તેજલબેન, યશોધરાબેન, વિલાસબેન, ડિમ્પલ, અશોકભાઈ, વિજયભાઈ, ઠાકોરભાઈ, ઉત્તમભાઇ, બિપીનભાઈ, સરસ્વતીબેન તેમજ વિરવલ ગામના યુવાનોની ટીમ દ્વારા ધરમપુર તાલુકાના વિરવલ ગામે સંત દિત્યા બાપાના મંદિરે હજારો લોકોની હાજરીમાં વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવેલ કે જયારે મહિલાઓ માનસિક ગુલામી, અંધશ્રદ્ધામાંથી બહાર આવશે ત્યારે જ આવનારી પેઢી પણ આઝાદ બનશે અને દરેક મહિલાઓને બીજી મહિલાની હમદર્દ બનશે ત્યારે જ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સાર્થક બનશે એવું જણાવેલ તેમજ વિરવલ ફાટક પાસે એક સર્કલ બને અને એનું નામકરણ વિદ્યાની દેવીનો સાક્ષાત અવતાર સમાન મહિલાઓના શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે અથવા ઝલકારીબાઈની અથવા મહાન સંત દિત્યા બાપાની પ્રતિમા મુકવાની માંગ કરી હતી. મહિલા વક્તા જોશનાબેન અને અરવલ્લીથી આવેલા યશોધરાબેને આજકી નારી કૈસી હૈ,ફૂલ નહીં ચિનગારી હૈ તેમજ એક તીર,એક કમાન,મહિલા-પુરુષ એક સમાનના સૂત્રથી વાતાવરણ ગુંજવ્યું હતું.નાની નાની બાળા ખાસ કરીને જ્યોતિબા ફૂલે અનાથાશ્રમ અને વિરવલ આશ્રમશાળાની બાળાઓએ મહિલાઓલક્ષી કૃતિઓથી વાતાવરણ આનંદિત બનાવ્યું હતું. જાણીતી નૃત્યાંગના શ્રદ્ધા ટ્રાયબલ અને રિદ્ધિ ટ્રાયબલ દ્વારા પોતાના નૃત્યોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો.પ્રદીપભાઈ ગરાસિયા, ડો.નિરવ ભુલાભાઇ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ ગરાસિયા, ધનસુખ પટેલ, ડો.જીજ્ઞા ગરાસિયા, ઉર્વશીબેન પટેલ, કમલેશભાઈ પટેલ, ઉત્પલભાઈ ચૌધરી, ડો.પારુલ પટેલ, સેજલ ગરાસિયા, કલાવતી ચૌધરી, ભગવતી માહલા, નિલેશભાઈ નિકુળીયા, મુન્નાભાઈ રાજપુર, હિતુ પટેલ વાંઝણાં, સરપંચ પ્રતીક પટેલ, ઉપેન્દ્ર પટેલ સહિત અન્ય ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

