ગણદેવી: નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન મધ્યાહન ભોજનને લઈને ફરી વિવાદમાં આવ્યું છે નવસારીની અમલસાડ કન્યાશાળામાં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં ઈયળ મળવાની ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો છે.

Decision News ને મળેલ જાણકારી મુજબ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામની સર્વિસ સ્ટેશન કન્યાશાળા નંબર 1 માં ભોજનમાં ઈયળ મળવાની ઘટના સામે આવી છે. 228 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી આ શાળામાં ધોરણ 4ની એક વિદ્યાર્થીનીના ભોજન માંથી જીવાત મળી આવી હતી. શિક્ષકોએ તાત્કાલિક ભોજનની ગુણવત્તા તપાસી હતી. આ ઘટના બાદ SMC અધ્યક્ષે મધ્યાહન ભોજન સ્વીકારવા માટે રજૂઆત કરવામાં આવી છે.

નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરા પાડવામાં આવતાં મધ્યાહન ભોજનમાં આ પહેલા પણ જીવાત મળવાની ઘટનાઓ બની છે. ભૂતકાળમાં એક વખત ભોજન માંથી ગરોળી પણ મળી આવી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ નાયક ફાઉન્ડેશનના ભોજનની ગુણવત્તા અંગે અનેક વખતે સવાલો ઉઠાવ્યા છે. હાલ ભોજનના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે ભૂતકાળમાં આવી ઘટનાઓ બનવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં યોગ્ય પગલાં નહીં લેવાતા હોવાથી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે જોખમ ઊભું થઈ રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here