વલસાડ: SP ડો. કરનરાજ વાઘેલાએ અને વલસાડ પોલીસ વિભાગે અંતરિયાળ વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કર્યું છે. જેમાં વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાંથી 350થી વધુ યુવક-યુવતીઓએ નોંધણી કરાવી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ પોલીસ વિભાગે 120 કલાકનો 10 વીક એન્ડ તાલીમ શિબિર શરૂ કરી હતી. શિબિર ખાસ કરીને આદિવાસી સમાજના એવા શિક્ષિત બેરોજગાર યુવાનોને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. જેઓ મોંઘી કોચિંગ લઇ શકતા નથી. તાલીમાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન ઉપરાંત ફિઝિકલ તાલીમ પણ આપવામાં આવી હતી.
ગત વર્ષે આ કેમ્પમાં 152 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો જેમાંથી 70 થી વધુ તાલીમાર્થીઓ પોલીસ ભરતીની ગ્રાઉન્ડ પરીક્ષામાં સફળ થયા. SP ડૉ. કરનરાજ વાઘેલાએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને આવનાર પોલીસ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા.

