ચીખલી: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આવેલ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે લોકાસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ દ્ધારા પોલિસ વિભાગની કોસ્ટેબલ અને પોલિસ સબ ઈસ્પેક્ટર માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે મળી અને સંવાદ યોજવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરતા યુવાનો ને સમાજ ભવન ખાતે તૈયારીઓ કરાવવામાં આવે છે. જ્યારે ધવલભાઈ પટેલ દ્ધારા આદિવાસી સમાજ હોય કે પછી સર્વ સમાજના દરેક યુવાનો દેશ સેવા માટે અને રોજગારી મેળવી પગ ભર બંને એના માટે 150  જેટલાં વિદ્યાર્થીઓનો તમામ સ્ટેશનરી ખર્ચની સાથે સાથે કોચિંગ ખર્ચ પણ ઉઠાવવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે સાંસદ ધવલ પટેલના સંવાદથી પોલિસ વિભાગમા નોકરી માટે તન-મન થી તૈયારી કરતા યુવાનોમાં જુસ્સો વધી ગયો હતો.જ્યારે સાંસદ દ્ધારા યુવાનો ને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધરમપુરના ધારસભ્ય અરવિંદભાઈ પટેલ અને સુરખાઈ શ્રી જ્ઞાનકિરણ ધોધિયા સમાજના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતાં.