માંડવી: ગોકુળીયું ગામ , ઇકો વિલેજ જેવા નામો થી જાણીતું હાલ સુરત જિલ્લાના માંડવી તાલુકા નું ધજ ગામ બન્યું. જે ગામનું સૌંદર્ય ડુંગરો થી ઘેરાયેલું હોય અને જેની સુંદરતામાં પ્રકૃતિનો મોટો ફાળો હોય સાથે પ્રકૃતિના ખોળે રહીને સમન્વય સાથે વિકાસની દ્રષ્ટિએ એક ઝલક મારે એવું ગામ એટલે માંડવી તાલુકાનું ધજ ગામ.

Decision News ને મળેલી માહિતી મુજબ સુરત થી 70 કિલોમીટર અને માંડવી તાલુકાના મથકથી 27 કિલોમીટર દૂર આવેલું ધજ ગામ હાલ માંડવી તાલુકા નું તેમજ આખા ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું. આ ગામને ઇકો વિલેજ બનાવવા માટે 2016 માં ઇકો વિલેજ જાહેર કરવામાં આવ્યું છે.

અહી શિક્ષણની ઉત્તમ સુવિધા પાણીની સારી ક્વોલિટી સાથેની ઉત્તમ સુવિધા તેમજ સ્ત્રીઓને પ્રકૃતિ ના ખોળે રહીને પશુઓ સાથેના સરળ જીવન માટે દૂધ મંડળીનું નિર્માણ તેમજ બાયોગેસની સુવિધા જેવી અનેક સુવિધાઓથી સજ્જ ગામ જે ગામમાં વર્ષોથી મોબાઇલ નેટવર્કની સુવિધા ન હતી તે ગામમાં હાલ તાલુકા મથકે કનેક્શન માટે bsnl ની ઉત્તમ નેટવર્ક સુવિધા જેવા ટેકનોલોજીના દૃષ્ટિએ વિશિષ્ટ ગામ એવું માંડવી તાલુકાનું ધજ ગામ હાલ પોતાની વિશેષતાને લઈને ઝળકી ઉઠ્યું છે.