માંડવી: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના જે.પી.નગર વિસ્તારમાં રહેતા અને મૂળ બડતલ ગામના વતની ડૉ. ઉમેશ ચૌધરીનો મૃતદેહ તેમની જ કારમાંથી સંદિગ્ધ પરિસ્થિતિમાં મળી આવ્યો છે.

Decision News ને મળતી માહિતી મુજબ, ડૉ. ઉમેશ ચૌધરી બારડોલીના કડોદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘટના સમયે તેમની કાર અંદરથી લોક હાલતમાં હતી અને ભારે ગરમીના કારણે મૃતદેહ ઝુલસાયેલ હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

હાલમાં પોલીસે આ બનાવને આકસ્મિક મોત તરીકે નોંધ કરીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ઘટનાના સાચા કારણો અંગે હજી સ્પષ્ટતા થઈ નથી અને વધુ તપાસ બાદ જ હકીકત સામે આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here