ડાંગ: આ વખતનો ડાંગ દરબારનું સ્થાન બદલવામાં આવનાર છે ની લોકચર્ચા ઉઠતા ડાંગ કોંગ્રેસ દ્વારા જો ડાંગ દરબારની જગ્યા બદલવામાં આવશે તો ચક્કાજામ કરશું’ નાં નિવેદનને લઈને વલસાડ- ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા મૌખિક નિવેદન આપવામાં આવ્યું છે કે ડાંગ દરબારની સ્થાન પહેલાં હતું તે જ રેહશે.
Decision News ને મળેલી જાણકારી મુજબ હાલમાં ડાંગમાં ડાંગ દરબારની ભરાવવાની જગ્યાને લઈ જે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આ મુદ્દાને લઈને ડાંગ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું કે જો ડાંગ દરબારની જગ્યા બદલવામાં આવશે તો ચક્કાજામ કરશું’ આ લોકચર્ચાનો અંત લાવતાં વલસાડ- ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા મૌખિક નઆશ્વાસન આપવામાં આવ્યું છે કે ડાંગ દરબારની સ્થાન પહેલાં હતું તે જ રેહશે. અમે લોક લાગણી માન આપીએ છીએ.
વલસાડ- ડાંગના સાંસદ ધવલ પટેલ કહ્યું કે ઘણા વર્ષોથી જે જગ્યા પર ડાંગ દરબાર યોજાઈ છે ત્યા જ થશે. મારું વેપારીઓ અને ગામના લોકોને આ આશ્વાસન છે. લોકોમા દરબારને લઈ ખુબજ ઉત્સાહિત થતા હોય છે. ડાંગ દરબારનું ખાસ જોવા જેવું રંગ ઉપવન જ્યાં અલગ અલગ નૃત્ય આવતા હોય છે જેમાં કાહલી ડાંગી નૃત્ય બામ્બુ ડાન્સ અને અલગ અલગ ગામોથી પણ નવા નવા નૃત્ય લઈ આવતા હોય છે. લોકો 5 દિવસ સુધી ડાંગ દરબારની મજા માણે છે.

