નવસારી: નવસારીમાં પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથેની શુભેચ્છા મુલાકાત કરવા આવ્યા હતા ત્યારે ત્યાં ભાજપના હોદ્દેદારો સાથેની મુલાકાતમાં પડાવેલા ફોટોમાં નવસારીના PI દિપક કોરાટ પણ ક્લિક થઇ ગયો અને એ ફોટોગ્રાફ્સ પુરષોત્તમ રૂપાલાએ સોશ્યલ મીડિયા પર શેર કરી દેતાંખલ ખળભળાટ મચી જવા પામ્યો હતો.

નવસારીના PI દિપક કોરાટ આમાં પણ આદિવાસી વિરોધી હોવાનું આદિવાસી વિસ્તારોમાં જાણીતું બન્યું છે એનું કારણ આદિવાસી લોકોની રેલી હોય ધરણા પ્રદર્શન હોય કે સમાજના પ્રશ્નો અને સમસ્યા નિવારણના આંદોલન હોય દિપક કોરાટ આદિવાસી લોકો સાથે ઘર્ષણમાં નજરે ચડતો ચેહરો છે અને નવસારીના એક રેલી દરમિયાન વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે ઘર્ષણના એક વખત એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે એનો ચેહરો આદિવાસી સમાજના લોકોમાં એક વિરોધી તરીકે હંમેશા યાદ રહી ગયો હોવાનું લોકો કહે છે. ત્યારે આજે એનો ફોટોગ્રાફ્સ વાયરલ થતા જ અનંત પટેલ દ્વારા નવસારીના PI દિપક કોરાટ ભાજપમાં જોડાય ગયાની પોસ્ટ મુકતા જ ચર્ચાનો મુદ્દો ગરમ થઇ ગયો હતો.

વાંસદામાં લોકચર્ચા: PI દિપક ખોરાટને ભાજપનો મોહરું છે એમ લોકો કહી રહ્યા છે. પણ શું પોલીસ અધિકારી તરીકે આ PI દિપક ખોરાટને નેતાઓ સાથે સેલ્ફી લેવી જરૂરી લાગ્યું હશે. અનંત પટેલના સમર્થકો કહી રહ્યા છે કે ભાજપ તરફથી પોલીસ વ્યવસ્થામાં કામ કરતો PI દિપક ખોરાટ એક કાર્યકર્તા છે. શું આ વાત સાચી છે ?.. આ અંગે દિપક ખોરાટ પાસે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જવાબ લે એ ખુબ જરૂરી છે.