સુરત: સુરતમાં એક તરફી પ્રેમમાં પ્રેમી દ્વારા યુવતીની હત્યા  મામલે આરોપી યુવક સુરેશ જોગીનો વીડિયો વાયરલ  થયો છે. માંગરોળના વાંકલ બોરીયા માર્ગ પર યુવતી સાથે બ્રેક-અપ કર્યાની વાતચીત કરતો વીડિયો Decision News ને મળ્યો છે.સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ બોરીયા માર્ગ પર એક યુવકે ચપ્પુ વડે છોકરીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. Decision News પાસે આરોપી સુરેશ જોગીનો એક્સક્લુઝિવ વીડિયો આવ્યો છે. જેમાં યુવક યુવતી સાથે બ્રેકઅપની વાતચીત કરી રહ્યો છે. બ્રેકઅપ બાદ બનાવેલ વીડિયો Decision News પાસે આવ્યો છે.મૃતક તેજસ્વિનીએ કોઈ યુવક સાથે પ્રોફાઈલ ફોટો મૂક્યો હતો, અન્ય યુવક સાથે પ્રેમિકાનો ફોટો જોઈ પ્રેમી હતાશ થયો હતો. મૃતક યુવતીએ સુરેશને સોશિયલ મીડિયામાં બ્લોક કર્યો હતો, અન્ય યુવક સાથે સગાઈ થઇ ગઈ હોવાની પણ સુરેશને વાત કરી હતી. https://www.instagram.com/p/DGX6J0LO3JK/

સુરેશ અને તેજસ્વિની 6 વર્ષથી પ્રેમસંબંધમાં હોવાની વાત સામે આવી છે, ” તું મારી નહી તો, કોઈની નહી” થવા દેવાની આરોપી વાત કરી રહ્યો છે. હત્યાના થોડા દિવસો પહેલા આ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.યુવતી તેજસ્વી ચૌધરીનું અવસાન થયું છે. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી એકબીજાને તેમના શાળાના દિવસોથી ઓળખતા હતા. સુરેશ મજૂરી કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પોલીસની શરૂઆતની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ ન હતા અને તેમણે તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવા દેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તેજસ્વીના પિતાની પણ પૂછપરછ કરી રહી છે.