અટગામ: માનવતા હજુ મારી નથી પરવારી.. એના દાખલાઓ ક્યારેક ક્યારેક સામે આવતા રહે છે એવો જ એક દાખલો અટગામ રોજાસામર ગામમાંથી સામે આવી છે ત્યાં કુસુમ ફાઉન્ડેશન સરોધી દ્વારા દિવ્યાંગ વિધવા માતાનું ઘર બનાવી આપવામાં આવ્યું છે.

અટગામ રોજાસામર ગામે નિરાધાર દિવ્યાંગ વિધવામાતા ગં.સ્વ.નિરૂબેન ઈશ્વરભાઈ પટેલનું ઘર વરસાદના કારણે તૂટી પડ્યું હતું અને વિધવામાતા ઘર વિહોણી બની હતી.આ વિધવા માતાનું કોઇ નથી.અને રાતે બહાર કોઈના ઓટલા પર સૂઈ જીવન વિતાવે છે.આ જાણ કુસુમ ફાઉન્ડેશન સરોધીના ફાઉન્ડર સ્નેહલભાઈ અને આનંદભાઈને થતા આ વિધવા માતાને મળવા પહોચી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવી દાતાશ્રીઓના સહયોગથી માત્ર પંદર દિવસમાં આ વિધવામાતા માટે ઘર,શૌચાલય તેમજ ગેસથી લઇ અનાજ સુધીની વ્યવસ્થા કરી આપવામાં આવી જેથી આ વિધવામાતા એમનો જીવનનિર્વાહ સારી રીતે કરી શકે.

અટગામ ગામના સ્થાનિક યુવાન પ્રજ્ઞેશભાઈ એ પણ ખુબજ મહેનત કરી હતી.વિધવામાતાએ કુસુમ ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્નેહલભાઈ આર પટેલ જેઓ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ટ્રસ્ટી શ્રી ચાંદનીબેન, આનંદભાઈ, સિયાબેન, ધર્મેશ ઇલેટ્રિકલ્સના ઓનર્સ વિજયભાઈ અને સહયોગ આપનારા તમામ દાતાશ્રીઓને આશીર્વાદ આપી આભાર માન્યો હતો.