રાજપીપળા: રાજપીપળાના કાલાઘોડા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવાના જૂના વિવાદની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો. જેસલપોર ગામના રહેવાસી અને ડ્રાઈવર હિતેશ બારીયા જ્યારે કાલાઘોડા વિસ્તારમાં તેમની તુફાન ગાડીમાં મુસાફરો બેસાડી રહ્યા હતા, ત્યારે સુપર ઝનકાર બેન્ડના માલિક સતિષ રાણા, માંગરોળ ગામના ધ્રુવ માછી અને કિરણ વસાવાએ તેમના પર હુમલો કર્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ આરોપીઓએ હિતેશને ગાળો બોલી અને માર માર્યો હતો, જેમાંથી સ્થાનિક વ્યક્તિ વિપુલભાઈ બારીયાએ તેમને બચાવ્યા હતા. ઘટના બાદ જ્યારે હિતેષ ઘરે પહોંચ્યા, ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો થતાં તેઓ રાજપીપળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.
એક્સ-રે દરમિયાન જાણવા મળ્યું કે તેમની જમણી બાજુની પાંસળી ફ્રેક્ચર થઈ ગઈ છે. પોલીસ ફરિયાદમાં હિતેશ જણાવ્યું કે 6 ફેબ્રુઆરીએ જેસલપોર ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન સતિષ રાણા સાથે બેન્ડ વગાડવા બાબતે વિવાદ થયો હતો. આ જૂની અદાવતના કારણે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

