ધરમપુર: આદિવાસી સમાજના લોકો પોતાના ઘરે પાલતું પ્રાણીઓ ગાય ભેસ જેવાઓને પણ જે ભોજન નથી ખવડાવતા એવું ભોજન આદિવાસી વિસ્તારોમાં બાળકોમાંથી કુપોષણ નાબુદ કરવાની બુમાબુમ કરતુ આ સરકારી વહીવટતંત્રના અધિકારીઓ આદિવાસી બાળકોને ખવડાવી રહ્યા હોવાના વિડીયો Decision News પાસે આવ્યા છે.

વાત એમ બની કે હરરોજ આદિવાસીઓના હક અધિકાર માટે લડતા ધરમપુરના યુવાબ્રિગેડ નેતા કલ્પેશ પટેલ પોતાના મત વિસ્તારમાં આવેલ મરઘમાલની શાળામાં ગયા અને  ત્યાં આ કાલા કામના હાથ લાગ્યા.. આવો જોઈએ કલ્પેશ પટેલે આ સમગ્ર કિસ્સાની બાબતમાં શું કહ્યું..

આજરોજ  ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું મરધમાળ ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખશ્રી અને સમિતિ દ્વારા કરેલ ફરિયાદ કે શાળામાં બાળકોને નાસ્તામાં આપવામાં આવતા ચણા સડી ગયેલા હોય અને અંદર જીવજંતુઓ પડી ગયેલા હોય જે બાબતે આજરોજ મરધમાળ અને મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઇ 160 બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતા એકદમ સડી ગયેલા ચણા હતા. શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે,શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવા સડેલા ચણા આપવામાં આવે છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં તાત્કાલિક આ ચણા બીજા મોકલવામાં ન આવ્યા તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે જેની નોંધ લેવી.