નવસારી: નવસારી જિલ્લાના બારડોલીમાં હળપતિ સેવા સંઘ સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં શિક્ષણ સહાયક પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવી છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

શિક્ષણ સહાયક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ નોકરીનો પ્રકાર, અરજી કરવાની રીત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

શિક્ષણ સહાયક ભરતી માટે અગત્યની વિગત

સંસ્થા -હળપતિ સેવા સંઘ, બારડોલી
પોસ્ટ-શિક્ષક સહાયક
જગ્યા-1
એપ્લિકેશન મોડ-ઓફલાઈન
ભરતી જાહેર થયાની તારીખ-8-1-2025
અરજી કરવાની છેલ્લી તારીખ-ભરતી જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર
ક્યાં અરજી કરવી-આ લેખમાં આપેલા સરનામા ઉપર અરજી કરવાની રહેશે

શિક્ષણ સહાયક ભરતી પોસ્ટની વિગતો
સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, અડદા, તા.નવસારી, જિલ્લો નવસારી, શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત એક જગ્યા પર ઉમેદવાર પસંદ કરવાના છે.

* શિક્ષણ સહાયક ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર બિન અનામત જાતિના દિવ્યાંગજન પુરુષ ઉમેદવાર હોવો જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સમાજશાસ્ત્રમાં એમ.એ, બી.એડ.કરેલું હોવું જોઈએ.
* ઉચ્ચતર ઉત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકમાં TAT-2 ફરજિયાત પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારોની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે.
પગાર ધોરણ
શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ 1155-22-ગ તારીખ 19-02-1990 મુજબ શિક્ષણ સહાયક ને સરકારી ધારાધોરણ મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ પુરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી
* ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી અરજી કરવાની રહેશે.
* ઉમેદવારોએ અરજીમાં પુરેપુરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રુફ સાથે સ્વપ્રમાણિત કરેલા તમામ પ્રમાણપત્રોની નકલ અરજી સાથે મોકલવાની રહેશે.
* અધુરી વિગતવાળી, સમયસર ન મળેલી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવતા ઉમેદવારેની અરજીઓ રદ થવા પાત્ર રહેશે.
* ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) નવસારી જિલ્લા, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જુના થાણા, નવસારી 396445ને મોકલવાની રહેશે.

અરજી કરવાનું રસનામું
પ્રમુખ, હળપતિ સેવા સંઘ
કામગાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી
જિલ્લો – સુરત
પિન – 394601
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત
દિવ્યાંગજન અરજદારે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.
* મિહાલ શિક્ષિકાઓને ગૃહમાતા અને શિક્ષકોને ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે
ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઈપણ ઉમેદવાર નિમણૂક માટે હક્ક દાવો માંડી શકશે નહીં. પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
સરકારી અનુદાનિત બોર્ડ-કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું એનઓસી અરજી સાથે સામેલ કરવાનું રહેશે.

નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત ધ્યાન પૂર્વ વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here